-
૨ રાજાઓ ૧૯:૨૯-૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ “‘પણ તારા* માટે આ નિશાની થશે: તમે આ વર્ષે પોતાની મેળે જે કંઈ ઊગશે* એ ખાશો, બીજે વર્ષે એમાંથી ફણગી નીકળેલું અનાજ ખાશો.+ પણ ત્રીજે વર્ષે તમે વાવશો અને લણશો, દ્રાક્ષાવાડીઓ રોપશો અને એનાં ફળ ખાશો.+ ૩૦ યહૂદાના બચી ગયેલા લોકો, હા, બાકી રહેલા લોકો+ છોડની જેમ પોતાનાં મૂળ ઊંડાં ઉતારશે અને ફળ આપશે. ૩૧ બચી ગયેલા લોકો યરૂશાલેમમાંથી અને બાકી રહેલા લોકો સિયોન પર્વત પરથી નીકળી આવશે. સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના દિલની તમન્નાને* લીધે એમ કરશે.+
-