-
એઝરા ૧:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧ ઈરાનના* રાજા કોરેશના+ શાસનનું પહેલું વર્ષ હતું. યહોવાએ* કોરેશના દિલમાં ઇચ્છા જગાડી કે તે એક હુકમ બહાર પાડે, જેથી યહોવાએ યર્મિયા દ્વારા આપેલું વચન પૂરું થાય.+ કોરેશે એ હુકમ લખાવી લીધો+ અને પોતાના આખા રાજ્યમાં એનો ઢંઢેરો પિટાવ્યો:
૨ “ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે, ‘સ્વર્ગના ઈશ્વર યહોવાએ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો મને સોંપ્યાં છે.+ તેમણે મને યહૂદામાં આવેલા યરૂશાલેમમાં તેમનું મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.+
-