૪ ‘તેઓ જીવલેણ બીમારીથી માર્યાં જશે.+ તેઓ માટે કોઈ શોક કરશે નહિ. તેઓને કોઈ દફનાવશે નહિ. તેઓ જમીન પર ખાતર બની જશે.+ તેઓ તલવારથી અને દુકાળથી માર્યાં જશે.+ તેઓનાં મડદાં પક્ષીઓનો અને પ્રાણીઓનો ખોરાક બની જશે.’
૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+