૨ તેઓને સૂર્ય, ચંદ્ર અને આકાશનાં સૈન્યો સામે વિખેરી નાખવામાં આવશે, જેઓને તેઓ ચાહતા હતા, જેઓની ભક્તિ કરતા હતા, જેઓની પાછળ પાછળ ચાલતા હતા, જેઓની સલાહ લેતા હતા અને જેઓને નમન કરતા હતા.+ તેઓને ભેગા કરવામાં નહિ આવે કે દાટવામાં નહિ આવે. તેઓ જમીન પર ખાતર બની જશે.”+