-
૧ રાજાઓ ૧૬:૨૩, ૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યહૂદાના રાજા આસાના શાસનના ૩૧મા વર્ષે ઓમ્રી ઇઝરાયેલ પર રાજા બન્યો. તેણે ૧૨ વર્ષ રાજ કર્યું. એમાંના છ વર્ષ તેણે તિર્સાહમાં રાજ કર્યું. ૨૪ ઓમ્રીએ સમરૂન પર્વતના માલિક શેમેરને બે તાલંત* ચાંદી આપીને એ પર્વત ખરીદી લીધો. તેણે એના પર એક શહેર બાંધ્યું. તેણે પર્વતના માલિક શેમેરના નામ પરથી એ શહેરનું નામ સમરૂન*+ પાડ્યું.
-