-
દાનિયેલ ૪:૧૩-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “‘હું પલંગ પર સૂતો હતો ત્યારે મેં દર્શનોમાં જોયું કે એક ચોકીદાર, પવિત્ર સંદેશવાહક સ્વર્ગમાંથી નીચે ઊતરી રહ્યો હતો.+ ૧૪ તેણે મોટેથી પોકાર કર્યો: “એ ઝાડ કાપી નાખો,+ એની ડાળીઓ કાપી નાખો. એનાં પાંદડાં ખંખેરી નાખો અને એનાં ફળ વિખેરી નાખો. એની નીચેથી જાનવરોને ભાગી જવા દો અને ડાળીઓ પરથી પક્ષીઓને ઊડી જવા દો. ૧૫ પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં રહેવા દો. એને લોખંડ અને તાંબાના બંધનથી બાંધીને મેદાનનાં ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશના ઝાકળથી પલળવા દો અને જાનવરો સાથે પૃથ્વીનાં ઘાસ વચ્ચે રહેવા દો.+ ૧૬ એનું માનવી હૃદય બદલાઈને જાનવરના હૃદય જેવું થઈ જાઓ. એના માથે સાત સમયો*+ વીતવા દો.+
-