-
દાનિયેલ ૫:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તમારા રાજ્યમાં એક માણસ* છે, જેનામાં પવિત્ર દેવોની શક્તિ છે. તમારા પિતાના* દિવસોમાં તેનામાં અદ્ભુત જ્ઞાન, ઊંડી સમજણ અને દેવો જેવી બુદ્ધિ જોવા મળી હતી.+ તમારા પિતા* નબૂખાદનેસ્સાર રાજાએ તેને જાદુગરો,* તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓનો મુખી બનાવ્યો હતો.+ હા, તમારા પિતાએ* એવું કર્યું હતું. ૧૨ દાનિયેલ, જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું,+ તે બહુ બુદ્ધિશાળી હતો. તેનામાં અદ્ભુત જ્ઞાન હતું. તેની પાસે સપનાંનો અર્થ જણાવવાની, ઉખાણાં ઉકેલવાની અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવવાની* ઊંડી સમજણ હતી.+ હવે દાનિયેલને બોલાવો અને તે તમને આ લખાણનો અર્થ જણાવશે.”
-