૫ “પછી મને બીજું એક જાનવર દેખાયું. તે રીંછ જેવું હતું.+ તેનો એક પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. તેના દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું: ‘ઊભું થા, પુષ્કળ માંસ ખા.’+
૩ મેં નજર ઊંચી કરીને જોયું તો જુઓ! નદી પાસે એક નર ઘેટો+ ઊભો હતો. તેને બે શિંગડાં હતાં.+ બંને શિંગડાં ઊંચાં હતાં, પણ એક શિંગડું વધારે ઊંચું હતું, જે પછીથી આવ્યું હતું.+
“સાંભળ! ઈરાનમાં બીજા ત્રણ રાજાઓ ઊભા થશે અને ચોથો એ બધા કરતાં વધારે સંપત્તિ ભેગી કરશે. તે પોતાની સંપત્તિથી બળવાન થશે ત્યારે, ગ્રીસના રાજ્ય+ વિરુદ્ધ બધાને ઊભા કરશે.