-
૧ રાજાઓ ૯:૭-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તો મેં ઇઝરાયેલીઓને જે દેશ આપ્યો છે, એમાંથી તેઓનો નાશ કરીશ.+ મેં મારા નામને મહિમા આપવા જે મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ.+ લોકો ઇઝરાયેલીઓને ધિક્કારશે* અને તેઓની મજાક ઉડાવશે.+ ૮ આ મંદિર ખંડેર બની જશે.+ ત્યાંથી પસાર થનાર દરેક જણ નવાઈ પામીને માથું ધુણાવતા* પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરના આવા હાલ કેમ કર્યા?’+ ૯ પછી તેઓ કહેશે, ‘આવું એટલા માટે થયું કે ઇઝરાયેલીઓએ પોતાના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓના બાપદાદાને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવ્યા હતા. તેઓ બીજા દેવોમાં માનવા લાગ્યા, તેઓને નમન કર્યું અને તેઓને ભજવા લાગ્યા. એટલા માટે યહોવા તેઓ પર આ બધી આફતો લાવ્યા છે.’”+
-
-
ગીતશાસ્ત્ર ૭૯:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭૯ હે ઈશ્વર, બીજી પ્રજાઓએ તમારા વારસા પર હુમલો કર્યો છે.+
-
-
ગીતશાસ્ત્ર ૭૯:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+
આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.
-