૪૩ તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે. તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે.+ ૪૪ તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે.+ તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ,+ કારણ કે તારો ન્યાય થતો હતો એ સમય તેં પારખ્યો નહિ.”