-
દાનિયેલ ૪:૨૦-૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “‘તમે એક ઝાડ જોયું હતું. એ વધીને ખૂબ મજબૂત થયું હતું, એની ટોચ છેક આકાશ સુધી પહોંચી હતી અને એ પૃથ્વીના ખૂણે ખૂણેથી દેખાતું હતું.+ ૨૧ એનાં પાંદડાં સુંદર હતાં, એ ફળોથી લચી પડ્યું હતું, એના પરથી બધાને ખાવાનું મળતું, એની છાયામાં જાનવરો આશરો લેતાં અને એની ડાળીઓ પર પક્ષીઓ રહેતાં.+ ૨૨ હે રાજા, એ ઝાડ તમે છો. કેમ કે તમે મહાન અને બળવાન થયા છો. તમારું ગૌરવ વધીને છેક આકાશ સુધી પહોંચ્યું છે.+ તમારું રાજ પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાયું છે.+
-