૩૭ હે રાજા, તમે રાજાઓના રાજા છો. સ્વર્ગના ઈશ્વરે તમને રાજ્ય,+ પરાક્રમ, સામર્થ્ય અને ગૌરવ આપ્યું છે. ૩૮ તેમણે તમારા હાથમાં પૃથ્વીના બધા લોકો સોંપ્યા છે. તેમણે તમને પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપ્યાં છે. તેમણે એ બધાં પર તમને અધિકાર આપ્યો છે.+ મૂર્તિનું સોનાનું માથું તો તમે છો.+