-
નીતિવચનો ૨૧:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ યહોવાને બલિદાનો કરતાં
ખરાં અને ન્યાયી કામોથી વધારે ખુશી મળે છે.+
-
-
મીખાહ ૬:૬-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ શું લઈને હું યહોવા આગળ જઉં?
શું લઈને હું ઊંચે બિરાજનાર ઈશ્વરને નમન કરવા જઉં?
શું અગ્નિ-અર્પણ* લઈને તેમની આગળ જાઉં?
શું એક વર્ષના વાછરડાનું બલિદાન ચઢાવું?+
૭ શું યહોવા હજારો ઘેટાંથી ખુશ થશે?
શું તેલની લાખો નદીઓથી તે રાજી થશે?+
શું મારા અપરાધ* માટે મારા પ્રથમ જન્મેલા* દીકરાનું અર્પણ કરું?
શું મારા પાપ માટે મારા બાળકનો બલિ ચઢાવું?+
૮ હે મનુષ્ય, સારું શું છે, એ તેમણે તને જણાવ્યું છે.
-