૩૧ તે નબાટના દીકરા યરોબઆમના પાપી માર્ગે ચાલ્યો.+ એ જાણે ઓછું હોય તેમ, તેણે સિદોનીઓના+ રાજા એથબઆલની દીકરી ઇઝેબેલ+ સાથે લગ્ન કર્યા. તે બઆલને* નમન કરીને તેની ભક્તિ કરવા લાગ્યો.+
૧૩ હે યહૂદા, જેટલાં તારાં શહેરો છે, એટલા તારા દેવો છે. યરૂશાલેમમાં જેટલી ગલીઓ છે, એટલી તારી વેદીઓ* છે. તેં એ વેદીઓ નિર્લજ્જ દેવ* બઆલ માટે બાંધી છે, જેથી તેને બલિદાનો ચઢાવી શકે.’+