-
યહોશુઆ ૭:૨૪-૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ યહોશુઆ અને બધા ઇઝરાયેલીઓ ઝેરાહના દીકરા આખાનને,+ તેણે ચોરેલાં ચાંદી, કીમતી પોશાક, સોનાની લગડી+ તેમજ તેનાં દીકરા-દીકરીઓ, બળદો, ગધેડાં, ઢોરઢાંક, તેનો તંબુ અને તેની બધી જ વસ્તુઓ સાથે આખોરની ખીણ*+ પાસે લાવ્યા. ૨૫ યહોશુઆએ કહ્યું: “તું અમારા પર કેમ આફત લાવ્યો?+ આજે યહોવા તારા પર આફત લાવશે.” ઇઝરાયેલીઓએ તેઓને પથ્થરે મારી નાખ્યા+ અને આગમાં બાળી નાખ્યા.+ આમ ઇઝરાયેલીઓએ તેઓ બધાને પથ્થરે મારી નાખ્યા. ૨૬ તેઓએ આખાન ઉપર પથ્થરોનો મોટો ઢગલો કરી દીધો, જે આજ સુધી છે. ત્યાર પછી યહોવાનો કોપ શમી ગયો.+ એના લીધે જ એ જગ્યા આજ સુધી આખોરની* ખીણ કહેવાય છે.
-