-
યશાયા ૬૩:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ “મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે.
લોકોમાંથી કોઈએ મને સાથ ન આપ્યો.
મારા ગુસ્સામાં મેં દુશ્મનોને ખૂંદી નાખ્યા,
મારા ક્રોધમાં મેં તેઓને કચડી નાખ્યા.+
તેઓના લોહીના છાંટા મારાં કપડાં પર ઊડ્યા
અને મારાં બધાં કપડાં એનાથી રંગાઈ ગયાં.
-
-
પ્રકટીકરણ ૧૪:૧૮-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ બીજો એક દૂત વેદી પાસેથી આવ્યો. તેને અગ્નિ પર અધિકાર હતો. જે દૂત પાસે ધારવાળું દાતરડું હતું, તેને તેણે મોટા અવાજે કહ્યું: “તારું ધારવાળું દાતરડું ચલાવ! પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાં ભેગાં કર, કેમ કે એની દ્રાક્ષો પાકી ચૂકી છે.”+ ૧૯ તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષોનાં ઝૂમખાં ભેગાં કર્યાં. દૂતે એને ઈશ્વરના ક્રોધના મહાન દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.+ ૨૦ એને શહેરની બહાર દ્રાક્ષાકુંડમાં ખૂંદવામાં આવ્યાં. દ્રાક્ષાકુંડમાંથી એટલું લોહી નીકળ્યું કે એ ઘોડાઓની લગામ સુધી પહોંચ્યું અને આશરે ૨૯૬ કિલોમીટર* સુધી ફેલાયું.
-