૨૨ યરોબઆમે જે પાપ કર્યાં હતાં, એ કરવાનું ઇઝરાયેલીઓએ ચાલુ રાખ્યું.+ તેઓએ એમ કરવાનું છોડ્યું નહિ. ૨૩ એટલે યહોવાએ પોતાના બધા પ્રબોધકો દ્વારા કહ્યું હતું તેમ, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.+ ઇઝરાયેલીઓને પોતાના દેશમાંથી ગુલામ તરીકે આશ્શૂર દેશ લઈ જવામાં આવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ છે.