૧૭ “અદોમના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે અને તેના પર આવેલી આફતો જોઈને સીટી મારશે. ૧૮ સદોમ અને ગમોરાહ અને તેઓની આસપાસનાં નગરોની જેમ અદોમનો પણ નાશ થશે.+ ત્યાં કોઈ રહેશે નહિ, ત્યાં કોઈ વસશે નહિ,”+ એવું યહોવા કહે છે.
૧૫ ઇઝરાયેલના લોકોનો વારસો ઉજ્જડ થઈ ગયો હતો ત્યારે તને ઘણી ખુશી થઈ હતી. હું પણ તારી સાથે એ જ રીતે વર્તીશ.+ ઓ સેઈરના પહાડી વિસ્તાર, હા, આખું અદોમ, તું ઉજ્જડ અને ખંડેર થઈ જઈશ.+ પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”