૨૫ યરોબઆમે લીબો-હમાથથી*+ અરાબાહ સમુદ્ર*+ સુધીની ઇઝરાયેલની સરહદ પાછી કબજે કરી લીધી. ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ પોતાના સેવક યૂના+ દ્વારા જે કહ્યું હતું એવું જ થયું. યૂના પ્રબોધક તો અમિત્તાયનો દીકરો અને ગાથ-હેફેરનો વતની હતો.+
૨૯ જ્યારે લોકો ટોળે વળવા લાગ્યા, ત્યારે તેમણે કહ્યું: “આ પેઢી દુષ્ટ છે. એ નિશાની શોધે છે, પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+૩૦ જેમ યૂના+ નિનવેહના લોકો માટે નિશાની બન્યા, તેમ આ પેઢી માટે માણસનો દીકરો નિશાની બનશે.