૭ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવે છે, જ્યારે તેઓ એવું નહિ કહે: ‘ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર યહોવાના સમ!’*+૮ પણ તેઓ કહેશે, ‘ઇઝરાયેલના વંશજોને ઉત્તરના દેશમાંથી અને તેમણે વિખેરી નાખ્યા હતા એ દેશોમાંથી બહાર કાઢીને પાછા લાવનાર યહોવાના સમ!’* પછી તેઓ પોતાના દેશમાં વસશે.”+