૧૪ હાગ્ગાય+ પ્રબોધક અને ઈદ્દોના પૌત્ર ઝખાર્યાએ+ આપેલા સંદેશાથી હિંમતવાન થઈને યહૂદીઓના વડીલોએ બાંધકામ ચાલુ રાખ્યું અને આગળ ધપાવ્યું.+ ઇઝરાયેલના ઈશ્વરની+ આજ્ઞા પ્રમાણે અને કોરેશ,+ દાર્યાવેશ+ તથા ઈરાનના રાજા આર્તાહશાસ્તાના+ હુકમ પ્રમાણે, તેઓએ એ બાંધકામ પૂરું કર્યું.