૧૧ “‘“જ્યારે તારા દિવસો પૂરા થશે અને તારું મરણ થશે,* ત્યારે હું તારા વંશજને ઊભો કરીશ. હા, તારા દીકરાઓમાંથી એકને ઊભો કરીશ.+ હું તેનું રાજ્ય કાયમ માટે ટકાવી રાખીશ.+
૩૨ તે મહાન થશે+ અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે.+ યહોવા* ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે.+૩૩ તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.”+