૧૧ તેમણે કહ્યું: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે પહેલી પત્નીનો હક છીનવી લે છે અને વ્યભિચાર કરે છે.+૧૨ જે કોઈ સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી બીજાને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+
૧૮ “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે. પતિથી છૂટાછેડા પામેલી સ્ત્રીને* જે કોઈ પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+
૩ એટલે જો પતિ જીવતો હોય અને પત્ની બીજા કોઈ માણસ સાથે લગ્ન કરે, તો તે પત્ની વ્યભિચાર કરે છે.+ પણ જો પતિ ગુજરી જાય, તો પત્ની તેના નિયમથી મુક્ત થાય છે. હવે જો તે બીજા માણસ સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરતી નથી.+