-
માર્ક ૪:૩૭-૪૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૭ હવે પવનનું ભારે તોફાન શરૂ થયું. મોજાં હોડીને અથડાવાં લાગ્યાં અને હોડી પાણીથી ભરાવા લાગી.+ ૩૮ પણ ઈસુ હોડીના પાછળના ભાગમાં ઓશિકા પર માથું મૂકીને ઊંઘતા હતા. તેઓ તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ ને તમને કંઈ પડી નથી?” ૩૯ એટલે તેમણે ઊભા થઈને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું: “ચૂપ! શાંત થઈ જા!”+ એટલે પવન બંધ થઈ ગયો અને એકદમ શાંતિ છવાઈ ગઈ. ૪૦ પછી તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? શું તમારામાં હજી પણ શ્રદ્ધા નથી?” ૪૧ પણ તેઓ ખૂબ ડરી ગયા હતા અને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”+
-
-
લૂક ૮:૨૩-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તેઓ હોડીમાં મુસાફરી કરતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. એવામાં સરોવરમાં પવનનું ભારે તોફાન આવ્યું. તેઓની હોડી પાણીથી ભરાવા લાગી. તેઓ જોખમમાં આવી પડ્યા.+ ૨૪ તેઓ તેમની પાસે ગયા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી! ગુરુજી! આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” એ સાંભળીને ઈસુએ ઊભા થઈને પવનને અને ઊછળતાં મોજાંને ધમકાવ્યા. એટલે તોફાન શમી ગયું અને શાંતિ છવાઈ ગઈ.+ ૨૫ તેમણે શિષ્યોને પૂછ્યું: “તમારી શ્રદ્ધા ક્યાં છે?” પણ તેઓ ગભરાઈ ગયા હતા. તેઓ નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? તે પવન અને પાણીને હુકમ કરે છે અને એ તેમનું કહેવું માને છે.”+
-