-
માર્ક ૫:૭-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.”+ ૮ તેણે એટલા માટે એવું કહ્યું, કારણ કે ઈસુ તેને કહેતા હતા: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”+ ૯ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.” ૧૦ તેણે ઘણી વાર ઈસુને વિનંતી કરી કે તેઓને એ પ્રદેશમાંથી બહાર કાઢી ન મૂકે.+
-