-
માર્ક ૩:૧૬-૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ તેમણે પસંદ કરેલા ૧૨ શિષ્યોનાં+ નામ આ હતાં: સિમોન, જેને તેમણે પિતર નામ આપ્યું,+ ૧૭ ઝબદીનો દીકરો યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન (તેમણે તેઓને બોઅનેરગેસ નામ આપ્યું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ”),+ ૧૮ આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની* ૧૯ અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.
પછી ઈસુ એક ઘરમાં ગયા.
-
-
લૂક ૬:૧૩-૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ સવાર થઈ ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓમાંથી ૧૨ને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો* નામ આપ્યું. તેઓનાં નામ આ છે:+ ૧૪ સિમોન જેને તે પિતર પણ કહેતા, તેનો ભાઈ આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ,+ બર્થોલ્મી, ૧૫ માથ્થી, થોમા,+ અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જે “ઉત્સાહી” કહેવાતો, ૧૬ યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદા ઇસ્કારિયોત જે દગાખોર બન્યો.
-