વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૧૦:૧૭-૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તે પોતાને રસ્તે જતા હતા ત્યારે, એક માણસ દોડીને આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે સવાલ પૂછ્યો: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૮ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૧૯ તું આજ્ઞાઓ જાણે છે: ‘ખૂન ન કરો,+ વ્યભિચાર ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો,+ છેતરપિંડી ન કરો,+ માતા-પિતાને માન આપો.’”+ ૨૦ પેલા માણસે તેમને કહ્યું: “શિક્ષક, આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૧ ઈસુએ તેના પર પ્રેમભરી નજર નાખતા કહ્યું, “તારામાં એક વાત ખૂટે છે: જા, જઈને તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ પણ એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. તે બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+

  • લૂક ૧૮:૧૮-૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ યહૂદી આગેવાનોમાંના એકે તેમને પૂછ્યું: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૯ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૨૦ તું આજ્ઞાઓ જાણે છે: ‘વ્યભિચાર ન કરો,+ ખૂન ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો+ અને તમારાં માતા-પિતાને માન આપો.’”+ ૨૧ તેણે કહ્યું: “આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૨ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “હજુ પણ તારામાં એક વાત ખૂટે છે: તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને એ રકમ ગરીબોને આપી દે. તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૩ એ સાંભળીને તે ખૂબ દુઃખી થયો, કેમ કે તે ઘણો ધનવાન હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો