વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૯:૧૬-૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ હવે જુઓ! એક યુવાન તેમની પાસે આવ્યો અને પૂછ્યું: “શિક્ષક, હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં સારાં કામો કરવાં જોઈએ?”+ ૧૭ ઈસુએ કહ્યું: “સારાં કામો કયાં છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર જ સારા છે.*+ જો તારે જીવન મેળવવું હોય તો ઈશ્વરની આજ્ઞાઓ પાળતો રહે.”+ ૧૮ તેણે પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ કહ્યું: “તમે ખૂન ન કરો,+ તમે વ્યભિચાર ન કરો,+ તમે ચોરી ન કરો,+ તમે જૂઠી સાક્ષી ન પૂરો,+ ૧૯ તમારાં માતા-પિતાને માન આપો+ અને તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખો.”+ ૨૦ પેલા યુવાને તેમને કહ્યું: “આ બધું તો હું પાળતો આવ્યો છું, હજુ મારે શું કરવાની જરૂર છે?” ૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલ-મિલકત વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે.+ આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ એ સાંભળીને એ યુવાન બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+

  • માર્ક ૧૦:૧૭-૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તે પોતાને રસ્તે જતા હતા ત્યારે, એક માણસ દોડીને આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે સવાલ પૂછ્યો: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૮ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૧૯ તું આજ્ઞાઓ જાણે છે: ‘ખૂન ન કરો,+ વ્યભિચાર ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો,+ છેતરપિંડી ન કરો,+ માતા-પિતાને માન આપો.’”+ ૨૦ પેલા માણસે તેમને કહ્યું: “શિક્ષક, આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૧ ઈસુએ તેના પર પ્રેમભરી નજર નાખતા કહ્યું, “તારામાં એક વાત ખૂટે છે: જા, જઈને તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ પણ એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. તે બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+

  • લૂક ૧૦:૨૫-૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ નિયમશાસ્ત્રનો એક પંડિત ઈસુની કસોટી કરવા ઊભો થયો. તેણે પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૨૬ તેમણે તેને કહ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?” ૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+ ૨૮ તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું. એમ કરતો રહેજે અને તને જીવન મળશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૭)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો