૬ “ધ્યાન રાખો! તમે લોકોને બતાવવા માટે સારાં કાર્યો ન કરો,+ નહિતર સ્વર્ગમાંના તમારા પિતા પાસેથી તમને કોઈ બદલો નહિ મળે. ૨ જ્યારે તમે દાન કરો ત્યારે ઢંઢેરો ન પિટાવો. એવું તો ઢોંગીઓ સભાસ્થાનોમાં અને શેરીઓમાં કરે છે, જેથી લોકો તેઓના વખાણ કરે. હું તમને સાચે જ કહું છું કે તેઓને પૂરો બદલો મળી ચૂક્યો છે.