-
માર્ક ૧૩:૨૮-૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૨૯ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૦ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૧ આકાશ અને પૃથ્વી નાશ પામશે,+ પણ મારા શબ્દો કાયમ ટકશે.+
-
-
લૂક ૨૧:૨૯-૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ પછી તેમણે એક ઉદાહરણ આપ્યું: “અંજીરના ઝાડ અને બીજાં બધાં ઝાડ પર ધ્યાન આપો.+ ૩૦ જ્યારે તેઓને પાંદડાં ફૂટે છે, ત્યારે એ જોઈને તમને ખબર પડે છે કે હવે ઉનાળો નજીક છે. ૩૧ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે જ છે. ૩૨ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૩ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+
-