-
માર્ક ૧૪:૩-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ ઈસુ બેથનિયામાં સિમોનના ઘરમાં જમવા બેઠા હતા,* જે અગાઉ રક્તપિત્તિયો* હતો. ત્યાં એક સ્ત્રી સંગેમરમરની શીશીમાં અસલ જટામાંસીનું* ઘણું કીમતી, સુગંધી તેલ લઈને આવી. તે સંગેમરમરની શીશી ખોલીને એ તેલ તેમના માથા પર રેડવા લાગી.+ ૪ કેટલાક ગુસ્સે થઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ સુગંધી તેલનો બગાડ શા માટે કર્યો? ૫ એ સુગંધી તેલ ૩૦૦થી પણ વધારે દીનારમાં* વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત!” તેઓ સ્ત્રી પર ઘણા ગુસ્સે થયા.* ૬ પણ ઈસુએ કહ્યું: “તેને રહેવા દો. તમે તેને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સરસ કામ કર્યું છે.+ ૭ ગરીબો તો કાયમ તમારી સાથે હશે+ અને તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો. પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.+ ૮ તે જે કરી શકતી હતી એ તેણે કર્યું છે. તેણે મારા શરીર પર સુગંધી તેલ લગાડીને પહેલેથી મારા દફનની તૈયારી કરી છે.+ ૯ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે,+ ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”+
-
-
યોહાન ૧૨:૧-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પાસ્ખાનો તહેવાર શરૂ થાય એના છ દિવસ પહેલાં, ઈસુ બેથનિયા આવ્યા. ત્યાં લાજરસ+ રહેતો હતો, જેને ઈસુએ મરણમાંથી જીવતો કર્યો હતો. ૨ ઈસુ માટે સાંજની મિજબાની ગોઠવવામાં આવી. માર્થા તેઓને પીરસતી હતી.+ તેમની સાથે ભોજન કરવા બેઠેલા* લોકોમાં લાજરસ પણ હતો. ૩ પછી મરિયમ આશરે ૩૨૭ ગ્રામ* સુગંધી તેલ લાવી. એ અસલ જટામાંસીનું* ઘણું કીમતી તેલ હતું. તેણે ઈસુના પગ પર એ તેલ રેડ્યું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. આખું ઘર સુગંધી તેલની સુવાસથી મહેકી ઊઠ્યું.+ ૪ પણ ઈસુનો એક શિષ્ય યહૂદા ઇસ્કારિયોત,+ જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું: ૫ “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં* વેચીને એ પૈસા ગરીબ લોકોને કેમ ન આપ્યા?” ૬ એવું ન હતું કે તેને ગરીબો માટે ચિંતા હતી, પણ તે ચોર હતો એટલે એમ કહ્યું. તે પૈસાની પેટી રાખતો હતો અને એમાંથી પૈસા ચોરી લેતો હતો. ૭ ઈસુએ મરિયમ વિશે કહ્યું: “તેને રહેવા દો, જેથી મારા દફનની તૈયારી માટે તે આ રિવાજ પાળે.+ ૮ ગરીબો તો કાયમ તમારી સાથે હશે,+ પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.”+
-