૧૭ એલિશા પ્રાર્થના કરવા લાગ્યો: “હે યહોવા, કૃપા કરી તેની આંખો ખોલો કે તે જુએ.”+ યહોવાએ તરત જ સેવકની આંખો ખોલી. તેણે જોયું તો એલિશાની આસપાસનો+ આખો પહાડી વિસ્તાર અગ્નિઘોડાઓ અને અગ્નિરથોથી+ ભરાઈ ગયો હતો.
૧૦ આગની ધારા નીકળીને તેમની આગળ વહેતી હતી.+ હજારો ને હજારો* તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો* તેમની આગળ ઊભા હતા.+ અદાલત+ ભરાઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.