-
યોહાન ૧૮:૨૫-૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ સિમોન પિતર ત્યાં ઊભો ઊભો તાપતો હતો. તેઓએ તેને કહ્યું: “તું પણ તેના શિષ્યોમાંનો એક છે ને?” પિતરે ના પાડતા કહ્યું: “હું એ નથી.”+ ૨૬ પિતરે જે માણસનો કાન કાપી નાખ્યો હતો, તેનો એક સગો ત્યાં હતો. તે પ્રમુખ યાજકનો ચાકર હતો.+ એ ચાકરે કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” ૨૭ પિતરે ફરીથી ના પાડી અને તરત જ કૂકડો બોલ્યો.+
-