-
લૂક ૨૩:૫૦-૫૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૦ ત્યાં યૂસફ નામનો એક માણસ હતો. તે ધર્મસભાનો* સભ્ય હતો. તે ભલો અને નેક* હતો.+ ૫૧ (આ માણસે ધર્મસભાનાં કાવતરાં અને કામોમાં સાથ આપ્યો ન હતો.) તે યહૂદિયાના અરિમથાઈ શહેરનો હતો અને ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. ૫૨ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું. ૫૩ તેણે એને નીચે ઉતાર્યું,+ બારીક શણના કાપડમાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું.+ એ કબરમાં કદી કોઈ શબ મૂકવામાં આવ્યું ન હતું.
-