નીતિવચનો ૨૩:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+ માર્ક ૧૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ ઈસુએ આસપાસ ઊભેલા લોકો પર નજર ફેરવીને શિષ્યોને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!”+ લૂક ૧૮:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ ઈસુએ તેની તરફ જોયું અને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!+ ૧ તિમોથી ૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+ ૨ તિમોથી ૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ દેમાસને+ આ દુનિયા પર પ્રેમ હોવાથી તે મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે અને તિતસ દલ્મતિયા ગયો છે.
૪ ધનવાન થવા તારી જાત ઘસી નાખીશ નહિ.+ એવું ન કર, પણ સમજણથી કામ લે.* ૫ દોલત તો આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે,+પૈસાને પાંખો આવે છે અને ગરુડની જેમ આકાશમાં ઊડી જાય છે.+
૨૩ ઈસુએ આસપાસ ઊભેલા લોકો પર નજર ફેરવીને શિષ્યોને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!”+
૯ પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+
૧૦ દેમાસને+ આ દુનિયા પર પ્રેમ હોવાથી તે મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે અને તિતસ દલ્મતિયા ગયો છે.