-
લૂક ૮:૪૫-૪૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૫ ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” જ્યારે બધાએ ના પાડી ત્યારે પિતરે કહ્યું: “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારી નજીક આવવા પડાપડી કરે છે.”+ ૪૬ ઈસુએ કહ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને ખબર છે કે મારામાંથી શક્તિ+ નીકળી છે.” ૪૭ એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે બધા લોકોની સામે જણાવ્યું કે તે શા માટે તેમને અડકી અને કઈ રીતે તરત સાજી થઈ. ૪૮ ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.”+
-