-
માથ્થી ૧૪:૧-૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એ સમયે જિલ્લા અધિકારી* હેરોદે ઈસુ વિશે સાંભળ્યું.+ ૨ તેણે પોતાના સેવકોને કહ્યું: “એ બાપ્તિસ્મા આપનાર યોહાન છે, જેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે. એટલે તે આવાં શક્તિશાળી કામો કરે છે.”+ ૩ હેરોદે* પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ ૪ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તેં હેરોદિયાને પત્ની બનાવી છે એ યોગ્ય નથી.”+ ૫ હેરોદ યોહાનને મારી નાખવા ચાહતો હતો. પણ તે લોકોથી બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.+
-
-
લૂક ૯:૭-૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ જે બન્યું હતું એ બધું જિલ્લા અધિકારી* હેરોદે* સાંભળ્યું. તે ઘણી મૂંઝવણમાં મુકાયો, કેમ કે અમુક કહેતા હતા કે યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે.+ ૮ પણ બીજાઓ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે. કેટલાક કહેતા હતા કે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.+ ૯ હેરોદે કહ્યું: “મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું.+ તો પછી હું જેના વિશે આ વાતો સાંભળું છું એ છે કોણ?” તે તેમને જોવા માંગતો હતો.+
-