૨૭ ઈસુ અને તેમના શિષ્યો હવે કાઈસારીઆ ફિલિપીનાં ગામોમાં જવા નીકળ્યા. તેમણે પોતાના શિષ્યોને રસ્તામાં સવાલ પૂછ્યો: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+૨૮ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે પ્રબોધક.”
૧૮ પછી ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+૧૯ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન, કોઈ કહે છે એલિયા, કોઈ કહે છે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.”+