-
માથ્થી ૧૫:૩-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ ઈસુએ તેઓને કહ્યું: “તમારા રિવાજોને લીધે તમે કેમ ઈશ્વરની આજ્ઞાઓ તોડો છો?+ ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ માણસ પિતાને કે માતાને કહે, “મારી પાસે જે કંઈ છે એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે. હું તમને કંઈ મદદ કરી શકતો નથી,”+ ૬ એ માણસે માબાપને માન આપવાની કોઈ જરૂર નથી.’ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દીધી છે.+
-