-
માથ્થી ૧૫:૧૫-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ પિતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ૧૬ ઈસુએ કહ્યું: “શું તમને પણ એની સમજ ન પડી?+ ૧૭ શું તમે નથી જાણતા કે જે મોંમાંથી અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? ૧૮ પણ જે વાતો મોંમાંથી નીકળે છે એ દિલમાંથી આવે છે અને એ વાતો માણસને અશુદ્ધ કરે છે.+ ૧૯ દાખલા તરીકે, દિલમાંથી નીકળતા દુષ્ટ વિચારો માણસને હત્યાઓ, વ્યભિચાર,* ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા તરફ દોરી જાય છે.+ ૨૦ આ બધું માણસને અશુદ્ધ કરે છે, પણ હાથ ધોયા વગર* જમવું માણસને અશુદ્ધ કરતું નથી.”
-