૨૬ જો કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના મહિમામાં, પિતાના મહિમામાં અને પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.+
૭ ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ* આપણને ડરપોક નહિ,+ પણ હિંમતવાન,+ પ્રેમાળ અને સમજદાર બનાવે છે. ૮ તેથી આપણા માલિક ઈસુ વિશે સાક્ષી આપતા શરમાઈશ નહિ.+ હું તેમના લીધે કેદમાં છું એટલે પણ શરમાઈશ નહિ. પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને+ ખુશખબર માટે તારા ભાગનું દુઃખ સહન કરજે.+