-
માથ્થી ૮:૩૦-૩૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ તેઓથી ઘણે દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.+ ૩૧ દુષ્ટ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં જવાની રજા આપ.”+ ૩૨ ઈસુએ કહ્યું: “જાઓ!” તેઓ નીકળીને ભૂંડોમાં ગયા. જુઓ! ભૂંડોનું આખું ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. ૩૩ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં જઈને બધી ખબર આપી અને એ માણસો વિશે પણ જણાવ્યું જેઓ દુષ્ટ દૂતોના વશમાં હતા. ૩૪ પછી આખું શહેર ઈસુને મળવા નીકળી આવ્યું. તેમને જોઈને લોકોએ વિનંતી કરી કે અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.+
-
-
માર્ક ૫:૧૧-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ત્યાં ભૂંડોનું+ મોટું ટોળું પર્વત પર ચરતું હતું.+ ૧૨ ખરાબ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “અમને ભૂંડોમાં જવાની રજા આપ, જેથી અમે તેઓમાં જઈએ.” ૧૩ તેમણે રજા આપી એટલે ખરાબ દૂતો નીકળીને ભૂંડોમાં ગયા. આશરે ૨,૦૦૦ ભૂંડોનું એ ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને ડૂબી મર્યું. ૧૪ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં અને સીમમાં એ વિશે ખબર આપી. જે થયું હતું એ જોવા લોકો આવ્યા.+ ૧૫ તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસ ખરાબ દૂતોની સેનાના વશમાં હતો, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૧૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે ખરાબ દૂતોના વશમાં હતો એ માણસનું અને ભૂંડોનું શું થયું હતું. ૧૭ એટલે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓના પ્રદેશમાંથી દૂર જતા રહે.+
-