૨૩ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે ફૂદીના, સુવા અને જીરાંનો દસમો ભાગ તો આપો છો,+ પણ ન્યાય,+ દયા+ અને વફાદારી જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો જતી કરો છો. ખરું કે દસમો ભાગ આપવો જરૂરી હતો, પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો પડતી મૂકવાની ન હતી.+