૧૬આખરે યહોવાએ શમુએલને કહ્યું: “મેં શાઉલને ઇઝરાયેલના રાજા તરીકે નાપસંદ કર્યો છે.+ તો પછી તું ક્યાં સુધી શાઉલ માટે શોક પાળતો રહીશ?+ શિંગમાં તેલ ભર+ અને જા. હું તને બેથલેહેમના યિશાઈ પાસે મોકલું છું.+ મેં તેના દીકરાઓમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”+
૬ ‘હે યહૂદા પ્રદેશના બેથલેહેમ! યહૂદા પર રાજ કરનારાઓમાં તું કોઈ રીતે નાનું શહેર નથી, કેમ કે તારામાંથી એક અધિકારી આવશે. તે મારા ઇઝરાયેલી લોકોને દોરશે.’”+