૪૩ અરિમથાઈનો યૂસફ આવ્યો, જે ધર્મસભાનો* માનનીય સભ્ય હતો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તે હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+
૨૫ યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ હતો. તે નેક હતો અને ઈશ્વરભક્ત હતો. તેના પર પવિત્ર શક્તિ હતી. તે એવા સમયની રાહ જોતો હતો જ્યારે ઇઝરાયેલને ઈશ્વર દિલાસો આપે.+