-
માથ્થી ૧૪:૧૯-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને વહેંચી આપી. ૨૦ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૨૧ ખાનારાઓમાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં.+
-
-
માર્ક ૬:૩૯-૪૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૯ ઈસુએ બધા લોકોને લીલાં ઘાસ પર નાનાં નાનાં ટોળાંમાં બેસવા કહ્યું.+ ૪૦ તેઓ ૧૦૦-૧૦૦ અને ૫૦-૫૦નાં ટોળાંમાં બેઠા. ૪૧ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી તોડી અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. તેમણે બે માછલીઓ પણ બધા માટે વહેંચી આપી. ૪૨ તેઓ બધાએ ધરાઈને ખાધું. ૪૩ વધેલી માછલીઓ સિવાય શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૪૪ જેઓએ રોટલી ખાધી તેઓ ૫,૦૦૦ પુરુષો હતા.
-
-
લૂક ૯:૧૪-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. તેમણે શિષ્યોને કહ્યું: “આશરે ૫૦-૫૦ના સમૂહમાં તેઓને બેસાડો.” ૧૫ તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા. ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે રોટલી તોડી અને ટોળાને વહેંચવા માટે શિષ્યોને આપી. ૧૭ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+
-