૨૮ હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” પછી આકાશમાંથી એક વાણી સંભળાઈ:+ “મેં એનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરીથી કરીશ.”+
૨૯ ત્યાં ઊભેલા લોકોએ એ સાંભળ્યું અને કહેવા લાગ્યા કે એ તો ગર્જના થઈ. બીજા લોકોએ કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.” ૩૦ ઈસુએ જવાબ આપ્યો: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે.