૨૪ હે પિતા, હું ચાહું છું કે જ્યાં હું છું ત્યાં તમે મને આપેલા લોકો પણ હોય.+ એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો* એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.+
૧૭ એ પછી, આપણે જેઓ જીવતા છીએ અને બચી ગયા હોઈશું, તેઓને વાદળોમાં લઈ લેવામાં આવશે,+ જેથી આપણે એ લોકોની સાથે આકાશમાં માલિક ઈસુને મળીએ.+ આમ, આપણે હંમેશાં માલિક ઈસુ સાથે હોઈશું.+