૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+ ૧૯ તેઓ મશ્કરી કરવા, કોરડા મારવા અને વધસ્તંભે જડી દેવા માટે તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે+ અને ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+