૨ મારાં વહાલાં બાળકો, હું તમને આ લખું છું, જેથી તમે પાપ ન કરો. પણ જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક છે, એટલે ઈસુ ખ્રિસ્ત+ જે નેક છે.+ ૨ તે આપણાં પાપોનું+ બલિદાન છે,+ જે ઈશ્વર સાથે આપણી સુલેહ કરાવે છે. તે ફક્ત આપણાં પાપો માટે જ નહિ, પણ આખી દુનિયાનાં પાપો માટે બલિદાન છે.+